ગુજરાત
News of Thursday, 13th September 2018

પેટલાદના પાળજમા યુવતીની બાબતે ઉશ્કેરાયેલ કાકાને ભત્રીજાએ ધોકાવ્યો

પેટલાદ;તાલુકાના પાળજ ગામે ગામની છોકરી લાવવા બાબતેની વાતો કરવાને લઈને ઉશ્કેરાયેલા ભત્રીજા અને બીજા બે જણાએ કાકા સાથે ઝઘડો કરીને માર મારતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ફરિયાદી મફતભાઈ શનાભાઈ પરમાર આજે સવારે અગિયાર વાગ્યે ઘરે હાજર હતા ત્યારે ભત્રીજો સુનીલ ઉદેસિંગ પરમાર આવી ચઢ્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને તુ એમ કેમ કહે છે કે, હુ ગામની છોકરી લાવેલ છે તેમ જણાવીને પોતાની પાસેની લાકડીથી બરડા તથા શરીરે માર માર્યો હતો. સુનીલનું ઉપરાણું લઈને વીરસિંગ શનાભાઈ પરમાર તથા નિર્મલભાઈ ઉદેસિંગ પરમાર આવી ચઢ્યા હતા અને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

 

(6:02 pm IST)