ગુજરાત
News of Thursday, 13th September 2018

નડિયાદના એસટી ડેપોમાંથી બસ ચોરાઈ જવાની ઘટનાથી અરેરાટી

નડિયાદ:એસટી ડેપોમાથી એસટી બસની ઉઠાંતરીની ઘટના બહાર આવી છે. જોકે સારી બાબત એ છેકે એસટી બસ ગુમ થાય તે પહેલા જ બસ લઇ જનાર ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા એસટી બસ ચર્ચની દિવાલ સાથે અથડાઇ હતી. જે અકસ્માતને પગલે આસપાસમાંથી એકત્ર થઇ ગયેલા લોકોએ ચાલકને પકડી પાડી પોલીસને સોપ્યો હતો. હાલ સમગ્ર ઘટના બાબતે એસટી વિભાગ તરફથી નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ આપવામાં આવી છે. 
તા.૧૨ સપ્ટેમ્બરના રાત્રે ૧.૪૫ વાગ્યાના અરસામાં નડિયાદ એસટી ડેપોમાં પાર્ક કરેલી એસટી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. જેન્તિભાઇ સનાભાઇ પરમાર (રહે. ત્રંબોવાડ, તા.સોજીત્રા) રાત્રીના પોણા બે વાગ્યાની આસપાસ એસટી ડેપોમાં પ્રવેશ્યો હતો. જેણે બસ નં.જીજે.૧૮.વાય.૯૭૫૭ ચાલુ કરી બસ લઇ ત્યાથી નીકળી ગયો હતો. આટલી મોડી રાત્રે એસટી બસ ડેપોમાંથી બહાર નીકળતા ડેપોના વોચમેનને શંકા ગઇ હતી. જેથી તેણે અન્ય વ્યક્તિની મદદ લઇ એસટી બસનો પીછો કર્યો હતો. જોકે થોડીવારમાં એસટીનો ચાલક જેન્તિ બસ લઇ મિશન રોડ પહોચી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસ ઉભેલા લોકો ત્યા દોડી આવ્યા હતા. અને બસ ચાલકને ઝડપી પાડ્યો હતો. 
સ્થાનિકો દ્વારા ચાલક જેન્તિને ઝડપી પોલીસને સોપ્યો હતો, જેથી પોલીસે તપાસ કરતા જેન્તિભાઇ પરમારે નડિયાદ એસટી ડેપોમાંથી બસની ઉઠાંતરી કરી ભાગી રહેલ હોવાનું બહાર આવ્યું હતું. જે બાબતે એસટીના ડ્રાઇવર થોમસ કેસવભાઇ પરમાર (રહે. નાવલી, જિ.આણંદ)નાઓની ફરીયાદ લઇ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(6:00 pm IST)