ગુજરાત
News of Thursday, 13th September 2018

નર્મદામાંથી શિયાળુ પાક માટે પાણી આપી શકાશેઃ આજે સપાટી ૧૨૬ મીટર નજીકઃ હવે ૫ મીટર વધે તો વિક્રમ

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં મધ્ય પ્રદેશના વરસાદના કારણે પાણીની આવક સતત ચાલુ છે. આજે બપોરે જળ સપાટી ૧૨૫.૮૧ મીટર થઈ ગઈ છે. નર્મદા આધારિત વિસ્તારોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આવતુ આખુ વર્ષ નર્મદામાંથી પીવાનું પાણી આપી શકાશે. ચોમાસુ પાક માટે પાણી છોડવામાં આવી રહ્યુ છે. શિયાળુ પાક માટે પણ આપી શકાય તેટલી અનુકુળતા થઈ રહી છે.

નર્મદા ડેમના દરવાજા બંધ કર્યા પછીની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. અત્યાર સુધીમાં સૌથી વધુ પાણી ૧૩૦.૭૫ મીટર ગયા વરસે ભરાયુ હતું. હવે જો પાંચેક મીટરનો વધારો થાય તો જળ સપાટીનો અત્યાર સુધીનો વિક્રમ સર્જાશે.(૨-૧૮)

(3:57 pm IST)