ગુજરાત
News of Thursday, 13th September 2018

અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનમાં યુઝર્સ ચાર્જ મામલે કોંગ્રેસનો હોબાળો :ચેરમેનને આવેદન આપ્યું

 

અમદાવાદ :અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશન ખાતે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઇને કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા અને તેમણે તંત્ર દ્વારા યુઝર્સ ચાર્જનો વિરોધ કર્યો હતો. વિરોધ કરતા સમયે તેઓ ચેરમેનના કાર્યાલયમાં પહોચ્યા હતા અને ત્યાં તેમને આવેદન આપ્યુ હતું. સમયે કેટલાક કાર્યકર્તાઓના હાથમાં બુકે પણ દેખાતા હતા.

(11:50 pm IST)