ગુજરાત
News of Thursday, 13th September 2018

સુરત ;પાંડેસરા જીઆઇડીસીમાં કંપનીના ઓઇલટેન્કમાં બ્લાસ્ટ :કારીગરો અગંભીર રીતે દાઝયા

 

સુરતઃ પાંડેસરા GIDCમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાંનું જાણવા મળે છે ઓઈલ ટેંકમાં બ્લાસ્ટ થતાં કારીગરો ગંભીર રીતે દાઝી ગયાં છે. ડાઈઝ અને ડાઈઝ ઈન્ટરમીડિયેટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં એકાએક બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આસપાસનાં લોકો ભેગાં થઇ ગયાં હતાં અને ચારેબાજુ ભારે ભયનો માહોલ છવાઇ ગયો હતો.

જો કે આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડને અથવા તો પોલીસને પણ કોઈ જ જાણ કરવામાં આવી નથી .

(1:06 am IST)