ગુજરાત
News of Wednesday, 12th September 2018

વડોદરાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બે ટીમો દ્વારા સુપરકોપ બાઈક પેટ્રોલિંગ શરુ

સુપરકોપ બાઈકમાં ફલેશ લાઈટ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ અને સાઈરનની સુવિધા

 

વડોદરાઃ શહેરનાં અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની બે ટીમો દ્વારા સુપરકોપ બાઈક પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું છે સુપરકોપ બાઈકમાં ફલેશ લાઈટ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ અને સાઈરન લગાવવામાં આવ્યાં છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા અકૃત્ય બનાવો તેમજ ચોરી, લૂંટફાંટ અને કેટલાંક અસામાજીક તત્વો દ્વારા જાહેરમાં કરવામાં આવતી ગુંડાગર્દી જેવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસની ટીમો દ્વારા સુપરકોપ બાઇક દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ગુનાખોરી પ્રવૃત્તિને અટકાવવામાં આવશે.

(1:18 am IST)