ગુજરાત
News of Thursday, 13th September 2018

રાજ્ય સરકારે ગુટખા-તમાકુના વેંચાણ પર મુક્યો પ્રતિબંધ

અમદાવાદ :ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ રાજ્યમાં ગુટખા, તમાકુ તેમજ નિકોટીન યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ટ એક્ટ-2006, રેગ્યુલેશન-2011 હેઠળ લગાવેલા આ પ્રતિબંધનું ઉલંઘન કરનાર વિરૂદ્ધ કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવ્યું છે. વ્યસનમુક્તિની દિશામાં રાજ્ય સરકારનું આ મહત્વનું પગલુ છે.

(8:54 pm IST)