ગુજરાત
News of Wednesday, 12th September 2018

વડોદરાઃ એમએસ યુનિ,માં ઉર્દુ વિભાગનાપ્રોફેસર પર વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ

વડોદરા :મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસર દ્વારા અહીં અભ્યાસ કરતી યુવતીની છેડતી કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવી માહિતી મળી છે કે, ઉર્દુ વિભાગના એક પ્રોફેસરે આર્ટ્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી.

   આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ડીને તપાસ કરવા માટે વુમન્સ ગ્રીવયન્સ કમિટીને સૂચના આપી હતી. કમિટીના રિપોર્ટ બાદ યુનિવર્સિટી આગળ કાર્યવાહી કરશે.

(7:50 pm IST)