ગુજરાત
News of Thursday, 13th September 2018

બારડોલીમાં તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરીને તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા

માંગ પૂરી નહીં કરાયતો બીજી ઓકટોબરથી ઘરણા પ્રદર્શન સહિતના કાર્યક્રમની ચીમકી

સુરત :રાજ્યમાં પોતાની પડતર માંગણીઓને લઇને રાજ્યનું તલાટી મંડળ મેદાનમાં આવ્યું છે. સુરત જિલ્લાના બારડોલીમાં તલાટી મંડળના તલાટીઓએ તાલુકા પંચાયત ખાતે ભેગા થયા હતા. તેમણે ખભા ઉપર કાળીપટ્ટી ધારણ કરી હતીને દિવસભર કામકાજ કર્યું હતું.

સુરત જિલ્લા ૪૦૦થી વધુ તલાટીઓ વિવિધ તાલુકા મથકો ઉપર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે માંગ પૂરી નહીં કરાયતો બીજી ઓકટોબરથી ઘરણા પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

(7:46 pm IST)