ગુજરાત
News of Wednesday, 12th September 2018

ગાંધીનગરમાં સે-22માં સ્માર્ટ સીટી અંતર્ગત 100 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાવાની ચર્ચા

ગાંધીનગર:મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કરોડો રૂપિયાના પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સે-રરમાં પણ વર્લ્ડના આઠ શહેરોની થીમ ઉપર સીટી સ્કવેર બનાવવાનું આયોજન છે જેની પાછળ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. હાલ ટીસીએસ દ્વારા ડીઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી નિયત કરી કામગીરી શરૂ કરાશે. આ સ્કવેરમાં મોટી જાહેરસભાઓની સાથે વિવિધ આર્ટ ગેલેરીઓ પણ ઉભી કરી શકાશે. 

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોમાં સ્માર્ટસીટી બનાવવાનું આયોજન છે જે અંતર્ગત ગાંધીનગરનો પણ ત્રીજા તબક્કામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કુલ ૧૪૦૦ કરોડના ખર્ચે વિવિધ પ્રોજેકટ હાથ ધરાનાર છે જેમાં ર૪ કલાક પાણીની સુવિધા સાથે નાગરિકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું આયોજન છે. શહેરમાં મોટા રંગમંચ, બગીચા, ખુલ્લા પ્લોટ સહિતની તમામ સુવિધાઓની સાથે ચ-૪થી ખ-૪ સુધી સૌથી મોટો બગીચો હોવા છતાં હવે સીટી સ્કવેર પાછળ૧૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરવાનું વિચારવામાં આવી રહયુંછે. 

(4:51 pm IST)