ગુજરાત
News of Wednesday, 12th September 2018

પલસાણાના સોયાણીમાં 64.36 લાખની કોઇલ સગેવગે કરવાના ગુનાહમાં ચાલક સહીત ત્રણ પોલીસના સકંજામાં

પલસાણા:તાલુકાના સોયાણી ગામે રોડની સાઈડે બિનવારસી મળેલા કન્ટેઈનરના ચાલકે રૃ. ૬૪.૩૬ લાખની ૧૫ ટન પિત્તળની કોયલ સગેવગે કરવાના મામલે પલસાણા પોલીસે મોબાઈલ ટેકનોલોજી આધારે કન્ટેઈનર ચાલકને તેના બે સાગરીતો સાથે ઝડપી લીધા હતા.

પોલીસે ૮ ટન પીત્તળની કોઈલ કિંમત રૃ. ૩૫.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કોર્ટમાંથી સાત દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ તપાસ શરૃ કરી છે. પોલીસે પીત્તળની કોઈલ સગેવગે કરવામાં બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

બારડોલીથી કડોદરા જતા રોડ પર સોયાણી ગામની સીમમાં રોડની સાઈડે કન્ટેઈનર (નં.-એચઆર-૫૫-એન-૭૮૪૭) બિનવારસી મળી આવ્યું હતું. કન્ટેઈનર દીલ્હીની ડીલાઈટ કાર્ગો કેરીયર્સ નામના ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર જગતસીંગ સતવીરસીંગ જાટ (ઉ.વ.૩૪, રહે-મડલોડા, થાણા-મડલોડા, જિ.પાનીપત, હરિયાણા) તા. ૭-૮-૧૮ ના રોજ હરિયાણાના જગાદે ખાતે આવેલી ક્રિષ્ના એન્જીનીયરીંગમાંથી ૧૫ ટન પિત્તળની કોઈલ કિંમત રૃ. ૬૪,૩૬,૭૮૧ ભરીને મુંબઈ ખાતે ડીલીવરી આપવા નીકળેલા હતા.

 

(4:50 pm IST)