ગુજરાત
News of Wednesday, 12th September 2018

વડોદરામાં વિદેશમાં જવાની લાલચ આપી 1.69 કરોડ ઉઘરાવી ઓફિસ બંધ કરી દેનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરાતા:વિદેશમાં ટુર પર મોકલવાનું જણાવી ૩૩ વ્યક્તિઓ પાસેથી રૃપિયા ૧.૬૯ કરોડ ઉઘરાવીને ઓફિસ બંધ કરીને નાસી જનાર સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ત્રણ કર્મચારીઓના કારેલીબાગ પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

આ અંગેની વિગત એવી છ કે મકરંદ દેસાઇ રોડ પરની ઉમંગ સોસાયટીમાં રહેતા પંકિત ઠક્કરે સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ શરૃ કરી હતી. કુલ ૩૩ વ્યક્તિઓને વિદેશની ટૂર પર મોકલવાના બહાને ૧.૬૯ કરોડ રૃપિયા ઉઘરાવીને ઓફિસ બંધ કરી દીધી હતી અને વિદેશની ટૂર પણ કરાવી નહતી. જે અંગે કારેલીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ ગુનામાં ટ્રાવેલ્સની ઓફિસના ત્રણ કર્મચારીઓ ૧. નિર્મલ રાજેશકુમાર વ્યાસ (રહે. વિવેકાનંદ પાર્ક સોસાયટી આજવા રોડ) ૨. આશિષ ભાસ્કરભાઇ ચોક્સી (રહે. પટોડિયાપોળ માંડવી) અને ૩. સૌરભ કિશોરભાઇ ઉપાધ્યાય (રહે. વર્ષા સોસાયટી આજવા રોડ) આગોતરા જામીન સાથે હાજર થતા કારેલીબાગ પોલીસે ત્રણેની ધરપકડ કરી જામી ન પર મુક્ત કર્યા હતા.

(4:50 pm IST)