ગુજરાત
News of Wednesday, 12th September 2018

બોડેલી નજીક બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બે ચાલકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

બોડેલી: કવાંટ રોડ પર સંખાન્દ્રા ગામ પાસે બે બાઈક સામસામે ભટકાતા બંને બાઈક ચાલકોના ઘટના સ્થળે કમકમાટીમાં મોત નિપજ્યુ હતુ. બાઈક પર ઇંગ્લીશ દારૂ હોવાથી દારૂની રેલમછેલ થઈ હતી.

આજે સમી સાંજે બોડેલી કવાંટ રોડ ઉપર કવાંટ તરફથી આવતી એક બાઈક જેના ચાલક ની ઓળખ થઈ નથી. અને બોડેલી તરફથી એમ.પી પાસિગની બાઈક લઈ દિનેશભાઈ રૂપજીભાી (રહે.કંથારી, જિ.અલીરાજપુર કવાંટ તરફ જતાં હતા. ત્યારે બંને બાઈક ધડાકાભેર અથડાતા બંને ચાલકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ બંનેનું મોત નિપજ્યુ હતુ.

જ્યારે એક બાઈક ચાલક પાસે ઇંગ્લીશ દારૂની બોટલો હોવાથી રોડ પર દારૂની બોટલો પડેલ હતી. બોડેલી અને કરાલી પોલીસ સ્થળ પર આવી તપાસ કરતા ઘટના બોડેલી પોલીસના હદમાં બનેલ હતી. જેથી બોડેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી અજાણ ચાલકની ઓળખનો પ્રયાસ હાથ ધર્યો છે.

(4:50 pm IST)