ગુજરાત
News of Wednesday, 12th September 2018

ખેડા તાલુકાની પરિણીતા સહીત યુવતી ગૂમ થતા ફરિયાદ

ખેડા: તાલુકાના રસિકપુરા રહેતા રૂડાભાઈ ભરવાડની દીકરી હીનાબેનના લગ્ન વડોદરા ખાતે થયા હતા. હીનાબેન ગત તા. ૦૬/૦૯/૨૦૧૮ ના રોજ ઘરેથી સાસરીયા જવાનું કહી નકળી હતી. આ દરમ્યાન ખેડાથી વડોદરા સાસરીયા જવા નીકળેલ હીનાબેન ભરવાડ (ઉ. વ. ૨૧) સાસરીયા ન પહોંચતા કયાંક ગુમ થયેલ છે. જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતાં આ અંગે રૂડાભાઇ રેવાભાઇ ભરવાડે ખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(4:49 pm IST)