ગુજરાત
News of Wednesday, 12th September 2018

અમદાવાદ રેલવે સ્ટેશનમાંથી પકડાયેલ ચરસનું મુખ્ય મથક પેટલાદ નીકળ્યું

અમદાવાદ:ના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ચાર કિલો ચરસ સાથે પકડાયેલા કાશ્મીરી યુવકની તપાસમાં પગેરું પેટલાદના સૈયદવાડા ખાતે નીકળતાં એનસીબીની એક ટીમ પેટલાદ ખાતે ત્રાટકી હતી અને એક મહિલાને પુછપરછ માટે અમદાવાદ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યાં ચરસની હેરાફેરી અને વેચાણની કેટલીક સ્ફોટક વિગતો ખુલવા પામી છે જેને લઈને એનસીબીની ટીમે મુળ સુધી પહોંચવાની કવાયત હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં પકડાયેલા ચરસના કેસમાં પેટલાદના સૈયદવાડામાં રહેતી હનિફાબીબી ઈનાયતઅલી સૈયદનું નામ ખુલવા પામ્યું હતુ. જેથી એનસીબીની ટીમે છાપો મારીને હનિફાબીબીને ઝડપી પાડી અમદાવાદ લઈ ગઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર હનિફાબીબી પણ ચરસની હેરાફેરીના રેકટમાં સક્રિય ભુમિકા ભજવતી હતી. કાશ્મીરથી આવતા ચરસના જથ્થાને ગુજરાતના જુદા-જુદા શહેરોમાં સપ્લાય અને વેચાણ કરવામાં આવતું હતુ. હનિફાબીબીનો પતિ ઈનાયતઅલી પણ અગાઉ ચરસ સાથે પકડાયો હતો જેને સાડા ચારેક વર્ષ જેટલી સજા પણ થઈ હતી અને સજા કાપીને જેલમાંથી બહાર આવ્યા બાદ કહેવાય છે કે સઘળો કારોબાર તેની પત્ની હનિફાબીબીએ સંભાળી લીઘો હતો. 

(4:49 pm IST)