ગુજરાત
News of Wednesday, 12th September 2018

આણંદમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે પાર્ટી પ્લોટ પાછળથી 6 જુગારીઓને દબોચ્યા

આણંદ:શહેરમાં ગઈકાલે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને હકિકત મળી હતી કે, વિધિ પાર્ટી પ્લોટની પાછળ જુગાર રમાઈ રહ્યો છે જેને લઈને પોલીસે છાપો મારતાં રાવજીભાઈ મોહનભાઈ પરમાર (વઘાસી રોડ), શૈલેષભાઈ ભાઈલાલભાઈ ગોહેલ (વિધિ પાર્ટી પ્લોટની પાછળ, આણંદ), કનુભાઈ ગોરધનભાઈ ગોહિલ (આણંદ), શશીકાન્ત જયંતિભાઈ મેકવાન (લોટીયા ભાગોળ,આણંદ), ભરતભાઈ રાવજીભાઈ વાઘેલા (ગામડી), શૈલેષભાઈ સોમાભાઈ વસાવા (વઘાસી રોડ, આણંદ)ના ઝડપાઈ જવા પામ્યા હતા. તેઓની પાસેથી પત્તા પાના તથા રોકડા ૪૦૨૦ મળી આવતાં તે જપ્ત કરવામાં આવ્યા હતા. 

 


પકડાયેલા છ પૈકી શૈલેષભાઈ વસાવા, કનુભાઈ ગોહિલ અને શશિકાન્તભાઈ મેકવાન પીધેલી હાલતમાં હોય ત્રણેય વિરૂધ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

(4:48 pm IST)