ગુજરાત
News of Wednesday, 12th September 2018

૨૦૧૭ જુન પહેલાની ટેકસ ક્રેડીટ મુદત ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી લંબાવી

Tran-1ફોર્મ ભરવાની મુદત માટે કમિશનરોને મંજુરી પરિપત્ર

અમદાવાદ તા.૧૨: ગત નાણાકિય વર્ષ દરમ્યાન ૧ જુન ૨૦૧૭ પહેલાની ટેકસ ક્રેડિટ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો થયો છે.

જીએસટી અમલ થયા પહેલા પહેલી જુલાઇ-૨૦૧૭ પહેલાના વેપારીઓએ ખરીદેલા અને જેની ઇનપુટ ટેકસ ક્રડિટ લેવાની બાકી હોય તેવા માલ પરની ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવાની સમયમર્યાદા લંબાવીને ૩૧મી માર્ચ-૨૦૧૯ કરી આપવામાં આવી છે. ભારત સરકારના નાણાં ખાતાએ આજે આ અંગે એક પરિપત્ર કર્યો છે.

જુન ૨૦૧૭ પહેલાનાં વેટના અમલીકરણના ગાળા દરમિયાન ચુકવેલા વેટની ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવાની સંખ્યાબંધ વેપારીઓની બાકી રહી ગઇ છે. આ જ રીતે ટ્રાન-ર માં રજુ કરવાની મુદ્દત પણ લંબાવીને ૩૦મી એપ્રિલ ૨૦૧૯ કરી આપવામાં આવી છે. આ તારીખ લંબાવી આપવાની સત્તા દરેક રાજયનાં કમિશનરોને આપવામાં આવી છે. જો કે જીએસટી કાઉન્સિલની ભલામણ લઇને આ મુદ્દત લંબાવવાની સત્તા આપવામાં  આવી છે.

(3:49 pm IST)