ગુજરાત
News of Wednesday, 12th September 2018

કેન્દ્ર સરકાર દરિયાઈ માર્ગે થનાર કૃષિ નિકાસને સબસીડી આપશે રાજ્યના તમામ બંદરો પર જેટી બનાવાશે:મનસુખભાઈ માંડવિયા

અમદાવાદ: કેન્દ્ર સરકાર હવે દરિયાઈ માર્ગે થનારી કૃષિ નિકાસને પણ સબસિડી આપશે. કૃષિ નિકાસ વધારવા રાજ્યના તમામ બંદરો પર જેટી બનાવવામાં આવશે તેમ કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું

  અમદાવાદમાં ગુજકોમાસોલની ૫૮મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રોડ-ટ્રાન્સપોર્ટ, હાઈવે, શિપિંગ, ફર્ટિલાઈઝર ખાતાના કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ખેડૂતોને સહકારની ભાવના સાથે ખેતી કરવાની અપીલ પણ કરી હતી

 વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની જૂની અને નવી પેઢીને શ્રમથી દૂર ન ભાગવા જણાવીને તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત દુષ્કાળ પડ્યા છે, પરંતુ સહકારની ભાવના, પશુપાલન અને ખેતીના મિશ્રણના પરિણામે ખેડૂતો દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં ટકી જતા હતા.

 

(1:14 pm IST)