ગુજરાત
News of Wednesday, 12th September 2018

કડી શ્રી ઘનશ્‍યામ મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ અંતર્ગત સુર્વણ સિંહાસનમાં બિરાજતા શ્રી ઘનશ્‍યામ મહારાજ

અમદાવાદ : શ્રી સ્‍વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્‍વામીજી મહારાજની અધ્‍યક્ષતામાં કડીના શ્રી ઘનશ્‍યામ મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ અંતર્ગત શ્રી ઘનશ્‍યામ મહારાજ સુર્વણ સિંહાસનમાં બિરાજ્‍યા જેમાં પ.પૂ. આચાર્ય સ્‍વામીજી મહારાજે આરતી ઉતારી હતી.

ઉપરોકત યજ્ઞોપવિત સમૈયાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

પ.પૂ. આચાર્ય સ્‍વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્‍યું હતું કે ભારતીય સનાતન ધર્મના જે ચિન્‍હો બતાવ્‍યા છે તે સહેતુક છે તે ધારણ કરવાથી મનુષ્‍યનું જીવન પવિત્ર બની જાય છે અને મન, કર્મ વચનથી પણ પવિત્ર રહેવું પડે છે. ત્‍યારે સત્‍સંગની સુવાસની કડીઓ પણ જીવનમાં વણાય છે. દેશના હિતમાં પણ સત્‍યગુણી બનવા પણ હાકલ કરી હતી.

શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન સંચાલિત શ્રી મુકત જીવન ડીઝાસ્‍ટર એન્‍ડ રેસ્‍કયુ ટીમ કે જેઓએ કેરાલાના પુર રાહતમાં જાનતા જોખમે જે સેવા કરી હતી તેઓને કેરાલા તરફથી પ્રશિસ્‍તી પત્ર અર્પણ કર્યો હતો. તેવું સદ્‌્‌ગુરૂ ભગવપ્રિયદાસજી સ્‍વામી મહંતશ્રીની યાદીમાં જણાવાયું છે.

(12:09 pm IST)