ગુજરાત
News of Wednesday, 12th September 2018

સુરતમાં વડાપ્રધાન મોદીના જન્મદિને થશે અનોખી ઉજવણી :17મીએ જન્મેલા 1221 લોકો કાપશે કેક

 

સુરત :ગુજરાતના મોજીલા શહેર સુરતે પોતાના લાડીલા નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ખાસ ઉજવણી કરવાનો પ્લાન બનાવી લીધો છે. જેમાં 17 સપ્ટેમ્બરે જન્મેલા 1221 લોકોને દેશભરથી સુરત ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે. 1221 કેક વિતરણ સહિતનો કાર્યક્રમ સરથાણા કન્વેન્શન હોલમાં 17મીએ સાંજે 5 થી 8 દરમિયાન યોજાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીને આમંત્રણ અપાયું છે.

(10:59 pm IST)