ગુજરાત
News of Saturday, 13th August 2022

વડોદરામાં શ્રાવણીયા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર શકુનિઓની ધરપકડ કરી

વડોદરા: શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાના શોખીનો દ્વારા અનેક સ્થળોએ જુગારખાના શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે લક્ષ્મીપુરા પોલીસે ગઈ રાતે પાનની દુકાનમાં જુગાર રમતા ચાર જણાને ઝડપી પાડ્યા હતા.

લક્ષ્મીપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિજયનગર પાસે આવેલી સૌરાષ્ટ્ર કાઠીયાવાડી પાન સેન્ટર નામની દુકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતા પોલીસે દરરો પાડ્યો હતો.

પોલીસે જુગાર રમાડતા દુકાનદાર વિપુલ રમેશભાઈ દલવાડી (અમૃત નગર, સમતા) તેમજ તેની સાથે રાહુલ દલસુખભાઈ વસાવા, રાકેશ કાળુભાઈ પરમાર અને નટવર મડાભાઈ બારીયા (ત્રણેય રહે. વિજયનગર વસાહત, લક્ષ્મીપુરા રોડ) ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડા રૂ. 23,400, બે મોટરસાયકલ અને ચાર મોબાઇલ મળી કુલ રૂ 1 લાખ ઉપરાંતની માતા કબજે કરી હતી.

(4:28 pm IST)