ગુજરાત
News of Saturday, 13th August 2022

વડોદરામાં દાંપત્ય જીવનમાં નજીવી બાબતે થયેલ તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું:પતિએ પત્ની પર ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

વડોદરા:દાંપત્ય જીવન દરમિયાન નજીવી બાબતોમાં થતી તકરારો અને મહિલા ઉપર ગુજારવામાં આવતા અમાનુષી અત્યાચારને કારણે મહિલા પોલીસ અભયમ અને શી ટીમ જેવી એજન્સીઓનું ભારણ વધી ગયું છે. મકરપુરા રોડ નજીકના વિસ્તારમાં રહેતા નીરજ નામના યુવક સાથે લગ્ન કરનાર પરણીતાએ પોલીસને કહ્યું છે કે, મારા પતિના લગ્ન થયેલા હતા અને તેની પત્ની વારંવાર પિયર જતી હતી તેમજ તેને પ્રેગ્નન્સી પણ રહેતી ન હતી તેથી મારા ઉપર લગ્ન માટે દબાણ કરતો હતો. મેં લગ્નનો ઇનકાર કરતા પતિએ તારા વગર જીવી નહીં શકું મરી જઈશ તેવી ધમકી આપી હતી.વડોદરાની વધુ એક પરિણીતા ઉપર આવી જ રીતે સાસરિયાઓએ અત્યાચાર ગુજારતા તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ કહ્યું છે કે, મારી સાસુ પણ મને કરતી હતી અને હાથ જોડીને કહ્યું હતું કે મારો પુત્ર તારી સાથે જ લગ્ન કરવા માંગે છે જો તું લગ્ન નહીં કરે તો તે એસિડ પી લેશે. જેથી તેઓની વાતોમાં આવી જઈ મારી માતાની સમજાવટથી મેં લગ્ન કર્યા હતા.

(4:28 pm IST)