ગુજરાત
News of Thursday, 13th August 2020

વલસાડ જિલ્લામા કોરોનાનો કહેર યથાવત : વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 841 થઇ

વલસાડમાં 5 કેસ, વાપીમાં 4 કેસ, પારડીમાં 3 કેસ અને ઉમરગામમાં 2 કેસ

વલસાડ : વલસાડ જિલ્લામા કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે સાથે કુલ કેસની સંખ્યા 841 થઇ છે આજે નોંધાયેલ 14 કેસમાં  વલસાડમાં 5 કેસ, વાપીમાં 4 કેસ, પારડીમાં 3 કેસ અને ઉમરગામમાં 2 કેસ નોંધાયા છે 

(11:52 pm IST)