ગુજરાત
News of Tuesday, 13th August 2019

વડોદરામાં 10થી વધુ ટાંકીઓ ચાર દાયકા જૂની અને જર્જરિત ;રજૂઆત છતાં તંત્ર હજુ નિંદ્રાધીન

લાલબાગ, કારેલીબાગ સહિતની ટાંકીઓ જોખમી :

વડોદરામાં સેવાસદન દ્વારા લોકોને પાણી પુરું પાડવા માટે 40 કરતા વધુ ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવ્યાં છે. જે પૈકી 10 કરતાં વધુ ટાંકી 40-45 વર્ષ જૂની અને જર્જરીત હાલતમાં છે. કેટલીક ટાંકી કોલમ અને બિમ પર જ ઊભી છે. અમદાવાદના બોપલમાં ટાંકી તૂટી પડ્યાં બાદ પણ તંત્ર સજાગ થયું નથી જે વડોદરામાં લાલબાગ, કારેલીબાગ સહિતની ટાંકીઓનો જોતા લાગે છે.

કારેલી બાગની ટાંકી લીકેજ છે અને તેનું રિપેરીંગ ક્યારે થશે તેનો કોઈ અંદાજ નથી તો લાલબાગની ટાંકી તો જર્જરીત છે જ સાથે આજુબાજુમાં મોટા ભુવાઓ પડ્યા છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તેવી ભીતી સેવાઈ રહી છે. કોર્પોરેટર બાળુ સુર્વા આક્ષેપ મુજબ જર્જરીત ટાંકીઓ અંગે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અનેક રજૂઆત કરાઈ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા જ નથી.

(1:23 pm IST)