News of Monday, 13th August 2018
વડોદરામાં ફિલ્મ લવરાત્રીનો કરણીસેના અને શિવસેનાએ કાળા વાવટા બતાવી કર્યો વિરોધ
કાલે ફિલ્મની સ્ટારકાસ્ટ સુરસાગર તળાવ જશે :સોન્ગ કરશે લોન્ચ
વડોદરામાં બોલિવૂડની અપકમિંગ ફિલ્મ લવરાત્રીનો વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટ વડોદરા એરપોર્ટ આવી રહ્યા છે. ત્યારે શિવસેના અને કરની સેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મનું નામ બદલવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મસ્ટાર્સને કાળા વાવટા બતાવી વિરોધ કરાયો છે. લવરાત્રી ફિલ્મના સ્ટારકાસ્ટ સુરસાગર તળાવ ખાતે જશે. અને કાલે વડોદરા ખાતે સોંગ લોન્ચ કરશે અને પત્રકાર પરિષદ યોજશે.
(7:45 pm IST)