માંડવીમાં પત્નીએ કામ ધંધા અંગે ટોકતા પતિએ ફાસો ખાધો
માંડવી: તાલુકાના ઉશ્કેર ગામે પતિ-પત્ની વચ્ચે કામધંધો કરવાના મામલે બોલાચાલી થતાં પત્નીએ ઠપકો આપતા પતિએ ઘરની પાછળ ખેતરમાં જઇ આંબલીના વૃક્ષ સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.
ઉશ્કેર ગામે હળપતિવાસમાં રમણભાઇ ગુલાબભાઇ વસાવા (ઉ.વ. ૪૨) પત્ની અલ્પા સાથે રહેતા હતા. રમણભાઇનો મોટો પુત્ર મામા સાથે માંગરોળ તાલુકાના ઇશનપુર ગામે તથા પુત્રી ગામમાં કાકાને ત્યાં રહે છે. રમણભાઇ કોઇ કામધંધો ન કરતા પત્ની અલ્પા સાથે અવારનવાર ઝઘડો કરતા હતા. ગતરોજ સવારે ૧૦ વાગે અલ્પાએ પતિ રમણભાઇને કામધંધો કરવાનું જણાવતા બોલાચાલી થઇ હતી.
બપોરે જમીને અલ્પા ઘાસચારો કાપવા ખેતરે ગઇ હતી અને રમણભાઇ ઘરે એકલા હતા ત્યારે પત્નીએ કામધંધો કરવાનું કહેતા મનમાં લાગી આવતા ઘરની પાછળ ખેતરમાં જઇ આંબલીના વૃક્ષ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. અલ્પા ઘાસચારો કાપીને સાંજે ઘરે આવી પતિ રમણભાઇની શોધખોળ કરતા ખેતરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં બૂમાબૂમ કરતા ફળિયાના લોકો દોડી ગયા હતા.