ગુજરાત
News of Tuesday, 13th July 2021

ગાંધીનગરના ડભોડા ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કોરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી દેનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર :જિલ્લામાં જમીનના ભાવ આસમાને આંબી રહ્યાં છે ત્યારે ડભોડા ગામની સીમમાં આવેલી જમીનમાં મૃતક ભાઇનું નામ કમી કરવાના બહાને મુંબઇમાં રહેતી વૃધ્ધાની વિવિધ કાગળોમાં સહીઓ કરાવીને તેના આધારે બોગસ પાવર ઓફ એર્ટની બનાવી વિસનગરના શખ્સે કરોડો રૃપિયાની જમીન ૨૫ લાખમાં બારોબાર વેચી દેવાની ફરિયાદ નોંધાવા પામી છે જેના પગલે હાલ તો ડભોડા પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં જમીન સંબંધિત છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લો પણ બાકાત નથી. જિલ્લામાં જમીનનોના ભાવ વધી રહ્યાં છે જેને લઇને ખેડૂતના ખોટા દસ્તાવેજો ઉભા કરીને જમીન પચાવી પાડવાની કે બારોબાર વેચી દેવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ત્યારે મુંબઇમાં રહેતાં વૃધ્ધા અને તેમના ભાઇની ડભોડા ગામની સીમમાં ખાતા નં.૫૦૪માં અલગ અલગ સર્વે નંબરથી જમીનો આવેલી છે. વૃધ્ધાના ભાઇ જામાસ્થા નરિમાન કોન્ટ્રાક્ટરનું અવસાન થયા બાદ જમીનમાં તેમનું નામ કમી કરાવવાના બહાને આ વૃધ્ધા સાથે છેતરપીંડીની ઘટના બની છે. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મુંબઇના શાંતાક્રુઝ ખાતે હોસીંગ બાગમાં એ વીંગ ખાતે ૩૦૧ નંબરના મકાનમાં રહેતા અદી હોમી ગારા ફરિયાદ આપી હતી કેતેમની માતા કુમીબેનનો ગત ૨૪ ફેબુ્રઆરીના રોજ અવસાન થયું છે. ડભોડા ગામની સીમમાં ખાતા નં.૫૦૪માં તેમની માતા કુમીબેન અને મામા જામાસ્થા નરિમાનની જમીન આવેલી છે. વર્ષ ૨૦૧૯માં તેમના મામાનું અવસાન થતાં તેમના પરિચિત પિયુષભાઇ શાહે આ જમીનમાં મામાનું નામ કમી કરાવવા માટે ઇબ્રાહીમભાઇ નામતખાન પઠાણનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ઇબ્રાહીમભાઇ મુંબઇ ગયા હતા અને નામ કમી કરાવવા માટે તેમની માતા કુમીબેનની સહીઓ લીધી હતી અને ત્યારબાદ પિયુષભાઇનો ફોન આવ્યો હતો કે હજુ પણ અમુક કાગળોમાં સહીઓ લેવાની બાકી છે. જેથી ઇબ્રાહીમભાઇ મુંબઇ પહોંચીને અન્ય કોરા કાગળોમાં પણ સહીઓ લીધી હતી ત્યારબાદ માર્ચ ૨૦૧૯માં જાણવા મળ્યું હતું કેતેમની આ ડભોડા ખાતેની જમીનમાં નામ કમી કરવાના બહાને ખોટી પાવર ઓફ એર્ટની બનાવીને ૨૫ લાખ રૃપિયા આ જમીન કોઇ જયંતિભાઇ પટેલમહેન્દ્રભાઇ પટેલને આપી દીધી છે. જો કેતેમના માતાએ આવી કોઇ પાવર ઓફ એર્ટની નહીં કરી હોવાનું જણાવ્યું હતું. હાલ તો આ અંગે ડભોડા પોલીસે વિસનગરના ઇબ્રાહીમ પઠાણ સામે બોગસ દસ્તાવેજોના આધારે છેતરપીંડી અને વિશ્વાસઘાત આચાર્યો હોવાની ફરિયાદના આધારે તપાસ આરંભી છે.

(6:21 pm IST)