ગુજરાત
News of Monday, 13th July 2020

વલસાડના તિથલરોડ સ્થિત જુના હાઉસિંગ બોર્ડના એક મકાનમાં ભાડેથી રહેતી 30 વર્ષની યુવતીનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના તિથલરોડ સ્થિત જુના હાઉસિંગ બોર્ડના એક મકાનમાં ભાડેથી રહેતી 30 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે

  .પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રક્ષાબેન સુરેશભાઈ રાઠોડ ( રહે.દેવ તળાવ,સિવિલ હોસ્પિટલ પાછળ,વલસાડ) એ સીટી પોલિસ મથકે આપેલી જાહેરાત મુજબ તેમની એક દીકરીના લગ્ન થઈ ગયા છે,જ્યારે મોટી દીકરી મયુરીબેન રાઠોડ( ઉ.30 ) છેલ્લા પાંચ વર્ષથી અમારી સાથે અમારા ઘરે રહેતી નથી.અને તેની રીતે રહેતી આવેલી  છે.અને ફોન કે રૂબરૂ કોઈ સંપર્ક નથી.દરમિયાન સોમવારે ઘરના બાજુમાં રહેતા બકીમભાઈ રાઠોડનો ફોન આવ્યો કે તમારી દીકરી મયુરીએ જુના હાઉસિંગ બોર્ડ,તિથલરોડ,બ્લોક નંબર 14 ના તેના ભાડાના મકાનમાં પંખા સાથે દવાખાનાની પાટા ની દોરી બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.ઘટના અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે.

(9:01 pm IST)