News of Monday, 13th July 2020
અમદાવાદના ખાડિયામાં માસ્ક વગર એકઠા થનાર શખ્સોને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ:કોરોના વાયરસ વૈશ્વિક મહામારી જાહેર થયેલ હોવાનું જાણવા છતાં ખાડિયામાં રાણીના હજીરામાં દુકાનના ઓટલા પર કેટલાક શખ્સો એકઠા થયા હોવાની માહિતી ખાડિયા પોલીસને મળી હતી.
જેને આધારે પોલીસે તપાસ કરતા દુકાનના ઓટલા પર 9 શખ્સો માસ્ક પહેર્યા વગર ટોળે વળીને બેઠા હોવાનું જણાયુ હતું. દિયોદર પોલીસ તેમની વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(5:47 pm IST)