ગુજરાત
News of Monday, 13th July 2020

ગુજરાતના મુખ્ય પોલીસ વડાના નામોની પેનલ UPSC(કેન્દ્ર)ને મોકલ્યાની જોરદાર ચર્ચાઓ

આઇપીએસ સર્વિસમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનારના નામો મોકલાયા : આશિષ ભાટિયા-ટી.એસ. બિસ્ત-કેશવકુમાર અને સંજય શ્રીવાસ્તવ વિ.નો સમાવેશઃ સિનીયોરીટી-ઘ્ય્ વિ. બાબતો ધ્યાને લેવાશેઃ ગુજરાત સરકાર સિનીયર મોસ્ટ પર પસંદગી ઉતારશે

રાજકોટ તા. ૧૩ :.. રાજયના મુખ્ય પોલીસવડા કે જેઓની નિવૃતી બાદનો એક્ષ્ટેન્શન પિરિયડ ચાલુ માસનાં અંતે પૂર્ણ થાય છે અને તેમને વધુ ૩ માસના એક્ષ્ટેન્શનની ચર્ચા વચ્ચે આઇપીએસ સર્વિસમાં ૩૦ વર્ષ પૂર્ણ કરનાર ૧૯૮પ-૮૬ અને ૮૭ બેચના અફસરોની નિયમ મુજબ પેનલ તૈયાર થયાની જોરદાર ચર્ચાઓ છે. કેન્દ્ર UPSCને જે નામો મોકલાયા છે તેમાં ૧૯૮પ ના સિનીયર મોસ્ટ બિનવિવાદી આશિષ ભાટીયા, ટી. એસ. બિસ્ત, ૧૯૮૬ બેંચનાં કેશવકુમાર, વિનોદ મલ્લા, ૮૭ બેચના સંજય શ્રીવાસ્તવ અને કમલ ઓઝા વિ.નામો છે. રાજય સરકાર સિનિયર મોસ્ટ પર પસંદગી ઉતારશે.

(3:00 pm IST)