અમદાવાદ: એલ.ડી.આર્ટ્સ કોલેજમાં લુખ્ખા તત્વોનો ત્રાસ: યુવતીઓની છેડતી કરતા રંગે હાથે ધરપકડ
અમદાવાદ:શહેરની કોલેજોમાં છેલ્લા ઘણા સમયાૃથી લુખ્ખા તત્વોનો ત્રાસ વાૃધી ગયો છે. જેમાં એલ.ડી.આર્ટ્સ કોલેજમાં પ્રિન્સીપાલની ઓફિસમાં એક શખ્સે ઘુસીને એડમિશન બાબતે ઝઘડો કરીને તોડફોડ કરી હતી અને પ્રોફેસરને ધક્કામુક્કી કરી ગાળો બોલી હતી. તે સિવાય આ શખ્સે પાર્કિંગમાં ઉભી રહેલી બે યુવતીની છેડતી કરીને વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં આરોપી સામે બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે તેની ધરપકડ કરી છે.
આ બનાવની વિગત મુજબ એલ.ડી.આર્ટ્સ કોલેજમાં ૧૨ જુલાઈના રોજ સવારે ૧૦.૨૦ વાગ્યે મોહન નારણભાઈ દેસાઈ નામનો શખ્સ પ્રિન્સીપાલ ગિરીશભાઈ પી.પુરાણિકની ઓફિસમાં એડમિશન કરાવવા માટે ઘુસ્યો હતો. જેમાં ગિરીશભાઈ સાથે તેણે ઝઘડો કરીને ઓફિસના દરવાજાના કાચ તોડી નાંખ્યા હતા. તે સિવાય તેણે પ્રોફેસર જયદેવભાઈને ધક્કામુક્કી કરીને બિભત્સ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઓફિસના દરવાજાને લાત મારતા દરવાજો તુટી ગયો હતો. બાદમાં તેણે ડેટા એન્ટ્રી કરતા મહિલા કર્મચારીને ગાળો આપીને ધમકી આપી હતી.