ગુજરાત
News of Friday, 13th July 2018

અમદાવાદની યુ,એન,મહેતા હોસ્પિટલના વિસ્તરણને મંજૂરી :1497 કર્મચારીઓની થશે ભરતી

 

અમદાવાદઃઅમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલનાં વિસ્તરણને સરકારે મંજૂરી આપી દીધી છે  આરોગ્ય વિભાગે ડોક ટર્સ, નર્સ તથા પેરા મેડિકલ સ્ટાફમાં 1,497 કર્મચારીઓની ભરતીને મંજૂરી આપી છે.

  ઉપરાંત હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનતા બેડની સંખ્યામાં પણ વધારો થશે. હોસ્પિટલમાં હાલ 450 બેડની ક્ષમતા છે જે 1200 બેડની થશે. સરકાર હાલ હોસ્પિટલમાં રૂપિયા 90 કરોડની ગ્રાન્ટ આપે છે. હવેથી સરકાર વધારાની રૂપિયા 97 કરોડની વાર્ષિક ગ્રાન્ટ પણ ફાળવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટમાં વધારો કરવાને કારણે રાજ્ય સરકાર પર રૂપિયાનો બોજો પણ વધશે. રાજ્ય સરકારે કરેલી જાહેરાતમાં યુ.એન.મહેતા હોસ્પિટલનાં વિસ્તરણની સાથે સાથે PGની બેઠકોમાં પણ વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 હોસ્પિટલનાં વિસ્તરણ થયાં બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી 2019માં પ્રધાનમંત્રી મોદીનાં હસ્તે આનું ઉદ્ધાટન કરવાનું આયોજન છે.

(12:37 am IST)