ગુજરાત
News of Friday, 13th July 2018

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં આરતી-દર્શન અર્ચન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ

મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને વિગતો મેળવી

 

અમદાવાદ :કાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા આસ્થાભેર નીકળનાર છે તેની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા..

   તેમણે મહન્ત દિલીપદાસજી મહારાજ અને મન્દીરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રા ની વિગતો મેળવી હતી.

    પ્રસંગે વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકો ના હાલ ચાલ જાણવા એમને સામે ચાલી ને મળવા દર્શન આપવા  અષાઢી બીજે રથમાં બિરાજી ને નગર યાત્રા નીકળે છે આપણી પરમ્પરા રહી છે. લોકો પણ યાત્રા માં સાથે મળી ને જોડાય છે

   તેમણે કહ્યું કે ભગવાન જગન્નાથ ની કૃપા થી રાજ્યમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. સૌ સમાજ વર્ગો ના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે તેવી પ્રાર્થના  તેમણે કરી છે.

  વેળા રાજ્ય મંત્રી મન્ડળ ના મંત્રીઓ  ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દિલીપ કુમાર ઠાકોર પ્રદીપ સિંહ જાડેજા તેમજ મેયર બીજલ પટેલ અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકા ના પદાધિકારીઓ જોડાયા હતા.

(12:35 am IST)