ગુજરાત
News of Friday, 13th July 2018

રાજ્યના 300 યુવક-યુવતીઓ વિમાનમાં નિભાવી રહ્યાં છે પાયલોટની જવાબદારી

 

ગુજરાતમાં પ્રવાસન વિભાગમાં જોડાયેલા એવિયેશન ડિપાર્ટમેન્ટ તરફથી એવિયેશનની તાલીમ આપતી સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાથી રાજ્યના 300થી વધુ યુવાન અને યુવતિઓ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં પાયલોટ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. 300 યુવાનોમાં દલિત તેમજ આદિવાસી યુવક અને યુવતિઓ પણ પાયલટ તરીકે પસંદગી પામ્યા છે.

(12:10 am IST)