ગુજરાત
News of Friday, 13th July 2018

કચ્છી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની સૌ કચ્છી માડુઓને હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.

કચ્છીઓ દેશ અને દુનિયામાં જ્યાં વસ્યા છે ત્યાં પોતાની ખુમારી અને કર્તવ્ય પરાયણતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે તેમ પણ તેમણે અષાઢી બીજની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નૂતનવર્ષ કચ્છ અને કચ્છી પરિવારોના સર્વગ્રાહી વિકાસ સાથે પ્રગતિ, સમરસતા-બંધુત્વનું વર્ષ બને તેવી શુભકામના વ્યકત કરી છે.

(5:27 pm IST)