ગુજરાત
News of Friday, 13th July 2018

ગાંધીનગર: બળાત્કાર કરી તરછોડી દીધેલ યુવતી પર અન્ય બે યુવકે ગેંગરેપ કરતા અરેરાટી

ગાંધીનગર :નજીકના ગામની સગીરા ઉપર બળાત્કાર કર્યા બાદ ગેંગરેપની વિકૃત ઘટના સામે આવી રહી છે. જેમાં સગીરાને પહેલા એક યુવાન સઇજના ખેતરમાં લઇ જઇને તેને પોતાની હવસનો શીકાર બનાવે છે ત્યારે બાદ આ બળાત્કારી યુવાન તેને રસ્તે રઝળતી છોડી દે છે અને રસ્તે પસાર થતા અન્ય નરાધમો આ પિડીતાને ફરી પીંખી નાંખે છે. બળાત્કાર અને ત્યાર બાદ ગેંગરેપની આ ઘટના અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ગાંધીના ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે તેવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં પણ એક વિકૃત દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર તાલુકાના એક ગામમાં રહેતી ૧૭ વર્ષિય સગીરાને ગઇકાલે તેણીના ઘર પાસેથી જ વિપુલ સેંધાજી ઠાકોર રહે. સે-૧૫(કરશનપુરા) ભગાડી ગયો હતો. વિપુલ આ સગીરાને સઇજમાં આવેલા તેના મિત્ર રમેશ ઠાકોરના ખેતરમાં લઇ ગયો હતો જ્યાં એકાંતનો લાભ લઇને વિપુલે આ સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો.જેનાથી ગભરાઇ ગયેલી સગીરાએ રોવાનું અને બુમો પાડવાનું શરૃ કરી દેતા તેણીને વિપુલે જાનથી મારી નાંખવાની ધમકી આપીને ચુપચાપ બાઇક ઉપર બેસાડી દીધી હતી .

(5:22 pm IST)