ગુજરાત
News of Friday, 13th July 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર ટ્રક ચાલકને લૂંટવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ: એક ફરાર

અમદાવાદ:થી વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે દિવસેને દિવસે ભયજનક બની રહ્યો છે. અવાર નવાર આ હાઈવે ઉપર લૂંટ ચોરી જેવા બનાવો બનતા ત્યાંથી અવર-જવર કરતા લોકોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો છે. ગત્ રોજ વધુ એક લૂંટનો  પ્રયાસ આ હાઈવે ઉપર બન્યો છે. મહેમદાવાદના  વાંઠવાળી પાસે બનેલા આ બનાવમાં ત્રણ ઈસમો પૈકી બે ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
કાર લઈને સમી સાંજે અમદાવાદ જઈ રહ્યા હતા.  દુમાડ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ત્યાં ઉભા રહેલા ત્રણ શખ્સોએ લીફ્ટ માંગી આ  કારમાં બેઠા હતા.પેસેન્જરના સ્વાંગમાં આવી ચઢેલા ત્રણ લૂંટારુઓએ મહેમદાવાદના વાંઠવાળી પાસે હાઈવે ઉપર કારને ઉભી રખાઈ કાર ચાલકનું ગળુ દબાવી લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાઈવે ઉપરની પોલીસની પેટ્રોલીંગ વાન ત્યાં આવી ચઢતા ત્રણેય લૂંટારુઓ ખેતરાડુ રસ્તેથી ભાગી ગયા હતા. આ બનાવમાં બે લૂંટારુઓ પકડાઈ ગયા હતા.

(5:20 pm IST)