ગુજરાત
News of Friday, 13th July 2018

પાદરા નજીક ખેતરમાં કામ કરતા ખેડૂતને સાપે દંશ મારતા મોતને ભેટ્યો

વડોદરા:ચોમાસુ જામતા જ ઝેરી સરીસૃપોનો ત્રાસ વધ્યો છે ખાસ કરીને ખેતરોમાં વાવણી માટે જતા  ખેડૂતો સાપ અને વિછી જેવા ઝેરી જનાવરોના દંશનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં બનેલા આ પ્રકારના ૪ બનાવમાં પાદરાના ખેડૂતનું મોત થયુ છે જ્યારે ૩ જણ સારવાર હેઠળ છે.

વડોદરા નજીક પાદરા તાલુકાના મોક્સી ગામની સીમમાં ખેતરમાં આવેલા પોતાના ઘરમાં બેઠેલા ૨૨ વર્ષના ખેડૂત યુવક ઠાકોર રાવજીભાઇ મકવાણાને કાલે રાત્રે ૮.૩૦ વાગ્યાના અરસામાં ડાબા હાથની આંગળી પર સાપે દંશ માર્યો હતો. સર્પદંશથી ઠાકોર ે ઘેનમાં જતો રહ્યો હતો તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં હાલમાં સારવાર હેઠળ છે.

તો વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામમાં આજે સવારે ૯ વાગ્યાના અરસામમાં ખેતરમાં કામ માટે ગયેલા યુવક કમલેશ છગનભાઇ ચૌહાણ (ઉ.૩૫)ને પણ સાપે ડાબા હાથેે દંશ મારતા તેને પણ એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો છે.

(5:20 pm IST)