ગુજરાત
News of Friday, 13th July 2018

આણંદ જિલ્લામાંથી માતા-પુત્રી સહીત ચાર અન્ય યુવતીઓ ગૂમ થતા અરેરાટી

આણંદ: જિલ્લામાંથી પેટલાદની માતા-પુત્રી સહિત ચાર યુવતીઓ ગુમ થવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. પેટલાદના કસ્બામાં રહેતી કાજલબેન મૌલીકકુમાર પટેલ નામની ૨૪ વર્ષીય પરિણીતા ગત ૧૦મી તારીખના રોજ પોતાની સાત વર્ષની પુત્રી વાણીબેનને લઈને ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી. 
બીજા બનાવમાં જીટોડીયા ખાતે રહેતી મિત્તલબેન અજયભાઈ ઠાકોર (ઉ. વ. ૨૩)ગત ૧૧મી તારીખના રોજ બપોરના બારેક વાગ્યાના સુમારે મોસાળમાં જવ છુ તેમ જણાવીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી જ્યારે વિદ્યાનગરના હરિઓમનગરની અવનીપાર્ક સોસાયટીમાં રહેતી પલકબેન મુકેશભાઈ રાજ (ઉ. વ. ૨૨)ગત ૧૦મી તારીખના રોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે ઘરેથી કોલેજ જવાનું જણાવીને ક્યાંક ગુમ થઈ ગઈ હતી. 

(5:18 pm IST)