ગુજરાત
News of Friday, 13th July 2018

નડિયાદમાં કમ્પાઉન્ડમાં ઘુસી સાસરિયાને મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ:પશ્ચિમમાં રહેતા પરિવારને મકાનના કમ્પાઉન્ડમાં પ્રવેશી સાસરિયાઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પશ્ચિમ શારોન પાર્ક સિદ્ઘરાજ બંગલામાં જોસેફભાઈ ફિલિપભાઈ મેકવાન રહે છે. જોસેફભાઈની દીકરી સંધ્યાના લગ્ન વિશાલ ઉર્ફે ભૂરીયો રજનીકાંત રાવ સાથે થયા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા તેમની દીકરી પિતા સાથે રહેતી હતી. આ દરમ્યાન ગત તા. ૯-૭-૧૮ની રાત્રે વિશાલ ઉર્ફે ભૂરિયો રાવ સાસરીમાં મકાનનો ઝાંપો કૂદી કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો હતો અને સંધ્યાબેન જોસેફભાઈ મેકવાન અને તેમના પરિવારજનોને ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ ઘરથી બહાર નીકળશો તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે સંધ્યાબેન જોસેફભાઈ મેકવાનની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે વિશાલ ઉર્ફે ભૂરીયો રજનીકાંત રાવ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:18 pm IST)