ગુજરાત
News of Friday, 13th July 2018

૨૧ રાજયોમાં વરસાદનું એલર્ટ

દેશભરમાં એનડીઆરએફના ૪૫૮૦ જવાનો ૭૧ જગ્યાએ તૈનાત :મધ્ય ગુજરાતમાંથી ૯૦૦ લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા

નવી દિલ્હી તા.૧૩: ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન સહિત ૨૧ રાજયોમાં ભારે વરસાદના કારણે એલર્ટ અપાયું છે. કોઇપણ કુદરતી આફત માટે NDRFની લગભગ ૪૫૮૦ જવાનોની ૧૦૦ ટીમોને દેશભરના ૭૧ સ્થળોએ ભારે વરસાદ તથા પુર સમયે તેૈનાત રખાઇ છે. NDRF ની બધી બટાલીયનોમાં વધારાની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. અને તેને જરૂરીયાત મુજબ મોકલવામાં આવશે. ગૃહ ખાતાના એક અધિકારીના જણાવ્યા મુજબ NDRF એ દેશભરમાં ઓછામાં ઓછા ૧૪ રાજયોમાં ૭૧ જગ્યાઓ ઉપર પુર પ્રભાવીત લોકોને બચાવ અને રાહત આપવા માટે ૯૭ ટીમો હાજર છે.NDRF  ની એક ટીમમાં ૪૫ જવાનો હોય છે.

 

દિલ્હીમાં આજે સવારે આંશીક વાદળો છવાયેલા હતા. હવામાન ખાતાએ દિલ્હીમાં મોડી સાંજે શહેરના અલગ-અલગ ભાગોમાં વરસાદનું પુર્વાનુંમાન કર્યુ છે. જયારે દક્ષીણ પશ્ચિમ ચોમાસાના કારણે કર્ણાકટના મોટા ભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ ચાલું છે. અધિકારીઓના કહેવા મુજબ કાવેરી, તુંગા, ભદ્રાવતી અને કૃષ્ણા નદી અને તેની સહાયક નદીઓમાં પુર આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગલા ૪૮ કલાક દરમિયાન મધ્યપ્રદેશના ૪૨ જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા વ્યકત કરી છે. બુરહાનપુરમાં એક ગામમાં પુર આવવાથી ૮૦ થી વધુ મકાનોમાં નુકશાન થયું છે, માહિતી મુજબ ગ્વાલીયર, રીવા, સતના, સીધી, પન્ના, છત્તરપુર, ટીકમગઢ, ઉમરીયા, અલીરાજપુર, અનુપપુર, બાલાઘાટ, બડવાની, બૈતુલ, ભોપાલ, બુરહાનપુર,છિંદવાડા, દમોહ, દેવાસ, ધાર, ડિંડોરી, હરદા, હોશંગાબાદ, ઇન્દોૈર, જબલપુર, કટની, ખંડવા, અરગોન, મંડલા, મંદસોૈર, નરસિંહપુર, રાયસેન, રાજગઢ, રતલામ, સાગર, દમોહ, સીહોર, સીવની, શહડોલ, શાજાપુર, ઉજ્જેૈન અને વિદીશાના અનેક સ્થાનો ઉપર જોરદાર વરસાદની સંભાવના છે. ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓના કેટલાય રહેણાંક અને નિચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સુરતમાં પણ કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. રાજયના ડિઝાસ્ટર ખાતા મુજબ સોૈરાષ્ટ્રના કેટલાય વિસ્તાોરમાં ભારે વરસાદ થયો છે. રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે અને નદીઓમાં પુરની સ્થિતિ છે. રાજયના અલગ-અલગ વિસ્તારો ખાસ કરીને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં ૯૦૦ લોકોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડાયા છે.

દેહારાદુન સહિત ઉત્તરાખંડમાં ભારે વરસાદનો રાઉન્ડ ચાલું છે. હિમાચલમાં ગઇકાલે હળવો વરસાદ પડેલ. પોંટા સાહેબમાં ૭૨.ર મી.મી., ધર્મશાલામાં ૩૧.ર અને ઉનામાં ર.ર. મી.મી., વરસાદ પડેલ. હવામાન વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં વરસાદ અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનું અનુમાન છે.

(3:58 pm IST)