News of Friday, 13th July 2018
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ધરમપુરમાં છ ઇંચ, વલસાડમાં 5 ઇંચ, પારડીમાં 4 ઇંચ, કપરાડામાં 3.5 ઇંચ અને વાપીમાં 2 ઇંચ વરસાદ
વલસાડમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ધરમપુર 5.96 ઇંચ, વલસાડ 4.88 ઇંચ, પારડી 3.8 ઇંચ, કપરાડા 3.32 ઇંચ તો વાપીમાં 1.55 ઇંચ વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઇને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જેને લઈને 9 જેટલા ગામોનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે. અહીની ઔરંગા નદી પણ બે કાંઠે વહી રહીછે
(12:00 pm IST)