ગુજરાત
News of Friday, 13th July 2018

મોડી રાતથી સુરતના લીંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં ઘુટણસમાં પાણી

ખાડીના પાણી બેક મારતા લોકો પરેશાન: સુરતના વરસાદનું પાણી પહોંચ્યું

સુરતમાં વરસેલા વરસાદનુ પાણી ખાડી વિસ્તારમાં પહોંચ્યા છે.જોકે, લિંબાયત વિસ્તારમાં ખાડીમાંથી પાણી બેક મારતા જોવા મળ્યા હતા.જેના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

  મોડી રાતથી લીંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં ખાડીના પાણી બેક મારતા લોકો પરેશાન બન્યા છે.લોકો ઘુંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે.આ સમસ્યાના નિકાલ માટે હજુ સુધી તંત્રના અધિકારીઓ ફરક્યા ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે.

(11:55 am IST)