ગુજરાત
News of Friday, 13th July 2018

સુરતમાં ભારે વરસાદને પગલે ચૌયાસી - લીંબાયતની ખાડીઓમાં ઘોડાપુર આવ્યું

નિચાણવાળા વિસ્તારમાં ૩-૩ ફૂટ પાણી ભરાયા : ઘર - દુકાનમાં પાણી ફરી વળ્યા

રાજકોટ તા. ૧૩ : સુરતમાં ભારે વરસાદને પગલે મોટાભાગની ખાડીઓમાં ભારે પૂર આવ્યા છે. ખાડીના પાણી ઘરમાં - દુકાનમાં ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું છે. રોડના કેટલાક વિસ્તારમાં ૩-૩ ફૂટ પાણી ભરાયા છે.

ગત રોજ પડેલા ભારે વરસાદના પગલે સુરત અને ચૌયાસી શહેરની તમામ ખાડીઓના લેવલ ઉપર આવી ગયા હતા. દરમિયાન વહેલી સવારે લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં પૂર આવ્યું હતું. અને આસપાસના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અને ફાયર વિભાગ દ્વારા એક બોટ ઉતારવામાં આવી છે. અને ફસાયેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે.

સુરતમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂકયો છે. જયારે આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગત રોજ પડેલા ભારે વરસાદના પગલે સુરત શહેરની તમામ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. દરમિયાન આજે પરવત ગામ અને લિંબાયત વિસ્તારમાં પસાર થતી મીઠી ખાડીમાં પૂર આવ્યું હતું. જેથી પરવત ગામ અને લિંબાયતમાં આવેલી ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરવાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈને એક બોટ ઉતારવામાં આવી છે. અને ફસાયેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે. હાલ ૫૨ મહિલા અને પુરૂષોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.(૨૧.૧૪)

 

(11:39 am IST)