ગુજરાત
News of Friday, 13th July 2018

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે બોંબ હથિયારો મળ્યા

આવતીકાલે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે જ મોતનો સામાન મળી આવતા ખળભળાટઃ ગોમતીપુર વિસ્તારમાંથી ૧૨ પાઈપ બોંબ, ચાર સુતળી બોંબ, ૩૨ બોરની પિસ્તોલ, કેરોસીન ભરેલી બોટલ સાથે એક ઝડપાયો : સમગ્ર શહેરમાં વધુ ચેકીંગ ઝુંબેશ ચાલુ : પોલીસ બેડામાં ચકચાર

રાજકોટ, તા. ૧૩ : આવતીકાલે અષાઢી બીજે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે તે પૂર્વે જ આજે વ્હેલી સવારે બોંબ-હથિયારો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમદાવાદ પોલીસે ગોમતીપુર વિસ્તારમાંથી ૪ સુતળી બોંબ, એક ૩૨ બોરની પિસ્તોલ, કેરોસીન ભરેલી બોટલ અને કાચની બોટલો સાથે એકને ઝડપી લીધો છે આ મામલે વધુ માહિતી મુજબ ગોમતીપુર વિસ્તારમાંથી બુટલેગરના મકાનના ધાબા ઉપરથી બોંબ અને હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો હથિયારો ઝડપાયા બાદ બુટલેગર અને તેના પરિવારની કડક પૂછપરછ થઈ રહી છે.આવતીકાલે રથયાત્રા નિકળનાર છે તે પૂર્વે જ હથિયારો - બોંબ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે આ બનાવ બાદ ક્રાઈમ બ્રાંચ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સતર્ક બની ગયા છે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી છે.

આવતીકાલની રથયાત્રા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઇઝપાયેલના ખાસ બલુનને ૧૫૦૦ ફુટની ઉંચાઇ પરથી ૬ કી.મી નીચેના દ્રશ્યો લેવામા આવશે. સંવેદનશીલ વિસ્તારમાં ૨૫ પેરામિલેટ્રી ફોર્સને ખડકી દેવામા આવી છે.

રથયાત્રાના બંદોબસ્તને મુવિંગ અને સ્ટેટીક એમ બે ભાગમાં વહેચી છે. ૧૨ સેકટર, ૨૬ રેન્જ ,૫૪ એરિયા ,૧૩૬ સબએરિયા,પોલીસ કમિશનર ૧ ,સ્પેસ્યલ પોલીસ કમિશનર ૩, આઇજી-ડીઆઇજી ૫, એસપી ૩૧,એસીપી ૮૮, પી.આઇ ૨૫૩, પીએસઆઇ ૮૧૯, પોલીસકર્મીઓ ૧૪૨૭૦ ,એશઆરપીની ૨૨ કંપની,પેરામિલેટ્રી ફોર્સ ૨૫ ,ચેતક કમાન્ડો ૧ ટીમ, હોમગાર્ડ ૫૪૦૦, બીડીએસ ૧૦, ડોગસ્કોવોર્ડની ટીમો તેમજ એટીએસ,ક્રાઇમબ્રાચ સહિત ૨૦૨૨૫ પોલીસ હાજર રહશે. આ ઉપરાંત ૧૪ હજાર જેટલા હિસ્ટ્રીશીટરો વિરૂદ્ધ અટકાયતી પગલા લેવામા આવ્યા છે.(૩૭.૯)

(11:38 am IST)