ગુજરાત
News of Friday, 13th July 2018

રાજ્યમાં એનડીઆરએફની કુલ 15 ટીમો તૈનાત: ગાંધીનગરમાં 3 અને વડોદરામાં 4 એનડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય: અમરેલી, સુરત, વલસાડ, તાપી, નવસારી, જામનગર, પાલનપુર અને મહિસાગરમાં NDRFની ટીમો તૈનાત

રાજ્યમાં ખાસકરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે કેટલાક ગામોનો સંપર્ક કપાયો છે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે,તો વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે.તેવી જ રીતે નવસારીમાં વરસાદથી અંબિકા નદીના કારણે કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર.કર્યું છે

 રાજ્યમાં એનડીઆરએફની કુલ 15 ટીમો તૈનાત છે ગાંધીનગરમાં 3 અને વડોદરામાં 4 એનડીઆરએફની ટીમો  સ્ટેન્ડબાય રખાઈ છે જયારે અમરેલી, સુરત, વલસાડ, તાપી, નવસારી, જામનગર, પાલનપુર અને મહિસાગરમાં NDRFની ટીમો તૈનાત.કરાઈ છે

ઉપરવાસમાં મેઘરાજાની કૃપા અવિરત વરસી રહી છે. અનાધાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની મોટા ભાગની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે કેટલીક નદીઓ બે કાંઠે અને ભયજનક સપાટીએ વહી રહી છે. ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. તો વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. તેવી જ રીતે નવસારીમાં વરસાદથી અંબિકા નદીના કારણે કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.

(7:17 pm IST)