ગુજરાત
News of Friday, 13th July 2018

રાજ્યમાં અનરાધાર વરસાદથી સાત જિલ્લાના 197 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા :નવસારી જિલ્લામાં સ્ટેટ હાઇવે સહિત 77 માર્ગો બંધ :તાપીમાં નેશનલ હાઇવે સહિત 52 માર્ગો બંધ કરાયા

અમદાવાદ ;રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે ખાસકરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે વાહન વ્યવહારને માઠીઅસર પહોંચી છે રાજ્યના સાત જિલ્લાના 197 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.. સૌથી વધુ નવસારી જિલ્લામાં સ્ટેટ હાઈવે સહિત કુલ 77 માર્ગો બંધ કરાયા છે.તાપીમાં નેશનલ હાઈવે સહિત 52 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જ્યારે કે સુરતમાં પણ વરસેલા ધોધમાર વરસાદને કારણે 26 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. તો વલસાડમાં 21 માર્ગો અને ડાંગમાં બે સ્ટેટ હાઈવે સહિત 19 માર્ગો બંધ કરાયા છે.

(7:46 pm IST)