ગુજરાત
News of Friday, 13th July 2018

ગુજરાતમાં ભારે વરસાદથી મૃત્યુઆંક 19 : રાજ્યના 118 તાલુકાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ : 900 લોકોનું સ્થળાંતર

તમામ કલેકટરો સાથે બેઠક યોજાઈ : અધિકારીઓને હેડક્વાર્ટર નહિ છોડવા સૂચના : NDRF ની ટીમ તૈનાત

ગુજરાતઃ રાજ્યનાં 118 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે.  આજનાં દિવસમાં જ 118 તાલુકાઓમાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જો કે ભારે વરસાદમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 19 લોકોનાં મોત થયાં છે. જ્યારે 900થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

  ભારે વરસાદની આગાહીને કારણે તમામ કલેક્ટરો સાથે બેઠક યોજી હતી. આ સાથે જ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરમાં જ રહેવા સૂચન અપાયું છે. બીજી તરફ આગામી ભારે વરસાદની આગાહીનાં પગલે બચાવ ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં NDRFની 4 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ગાંધીનગરમાં 3 અને વડોદરામાં પણ 4 ટીમોને તૈનાત કરાઈ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ 2 NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ મુસીબતનો સામનો કરી શકાય.

(8:05 pm IST)