ગુજરાત
News of Friday, 13th July 2018

અંકલેશ્વર પંથકમાં એકધારા વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબોળ: કેટલાક વિસ્તારો તળાવમાં ફેરવાયા

અંકલેશ્વર પંથકમાં મેઘા મન મુકીને વરસતા જળબંબાકાર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બપોરના અરસામાં શરુ થયેલ ધોધમાર વરસાદના પગલે શહેરના હસ્તી તળાવ, હાઉસિંગ બોર્ડ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જયારે હાંસોટ રોડ પર આવેલા એન્ડી નગરમાં ઘર સુધી ઘૂંટણ સામ પાણી ભરાય જતા રહીશોએ ઘરની બહાર નીકળી શક્યા નહોતા.

  બીજતરફ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં રોડ પર પાણી ભરાતા નગર પાલિકા દ્વારા પાણીના નિકાલ ની કામગીરી શરુ કરી હતી. જયારે નજીકમાં આવેલી ખેતીવાડી કચેરીમાં પાણી ભરાઈ જતાં કચેરીને બંધ કરી દેવામાં આવી હતી. બાજુમાં આવેલ ક્વાટર્સ બિલ્ડીંગમાં પાણી ભરાય ગયા હતા. જેના કારણે ક્વાટર્સ ના રહીશો બહાર નીકળી શક્યા ન હતા બીજી તરફ એસ, મોટર્સ પાસે ના રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

(8:07 pm IST)