ગુજરાત
News of Friday, 13th July 2018

સિનિયર કક્ષાનાં ૨૧ આઇએએસ અધિકારીઓની બદલીઃ વિજય નહેરા અમદાવાદના નવા મ્‍યુનિ.કમિશ્નરઃ અજય ભાદુ વડોદરાના મ્‍યુનિ. કમિશ્નરઃ મુકેશ કુમાર એજ્‍યુકેશન વિભાગના (પ્રાઇમરી) વિભાગના સેક્રેટરી પદેઃ એ.એમ.તીવારી નવા ગૃહસચિવ

રાજકોટઃ સિનિયર કક્ષાનાં ૨૧ આઇએએસ અધિકારીઓની બદલી થઇ છે, જેમાં પ્રોસ્‍ટીંગ વિહોણા રાજકોટના પુર્વ મ્‍યુનિ. કમિશ્નર વિજય નહેરા અમદાવાદના  મ્‍યુનિ.કમિશ્નર જયારે અજય ભાદુ વડોદરાના મ્‍યુનિ. કમિશ્નર તથા અમદાવાદ મ્‍યુ.કમિશ્નર મુકેશ કુમારને એજ્‍યુકેશન વિભાગના (પ્રાઇમરી) વિભાગના સેક્રેટરી તરીકે બદલવામાં આવ્‍યા છે આ સિવાઇ જેમની બદલી થઇ છે તેમાં જીએસએફસીલી (વડોદરા)ના મેનેજીંગ ડીરેકટર એ.એમ.તીવારી નવા ગૃહસચિવ તરીકે નિવૃત થતા એમ.એસ.ડાગુંરના સ્‍થાને મુકવામાં આવ્‍યા છે.

ડો.ટી નટરાજને મેનેજીંગ ડાયરેકટર સ્‍ટેટ પેટ્રોલીયમ કોર્પો.લીના એમ.ડી.તરીકે, જયારે અરવિંદ અગ્રવાલને (ફોરેસ્‍ટ) વિભાગને એડીશ્‍નલ ચીફ સેક્રેટરી (ફાયનાન્‍સ)સપૂર્ણ હવાલો, નિવૃત થતા એમ.એસ. ડાગુરને  ડીસ્‍પોઝલ ઓફએનર્જી, એનર્જી અને પેટ્રો કેમીકલ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી સુજીત ગુલાટીને ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર અને  કેમીકલ્‍સલી (વડોદરા) ખાતે, ફુડ સિવીલ સપ્‍લાઇઝ વિભાગના એડીશ્‍લ ચીફ સેક્રેટરી શ્રીમતી સંગીતા સીંઘને ફુલ ફલેજ તરીકે જીએડી વિભાગમાં,લેબર વિભાગના ડો.રાજીવ કુમાર ગુપ્તાને (ફોરેસ્‍ટ) વિભાગમાં, પંચાયત વિભાગના પ્રિન્‍સીપલ સેક્રેટરી રાજગોપાલને પેટ્રોકેમીકલ્‍સ વિભાગમાં,પોર્ટ અને ટ્રાન્‍સપોર્ટ વિભાગના વિપુલ મિત્રાને લેબર વિભાગમાં,કમિશ્નર ઓફ કોટેજ એ.કે. રાકેશને પંચાયત, રૂરલહાઉશીંગ અને રૂરલડેવલોપમેન્‍ટ, પ્રાયમરી એજ્‍યુકેશન વિભાગના પ્રિન્‍સીપલ સેક્રેટરી શ્રીમતી સુનયના તોમરને પોર્ટસ અને ટ્રાન્‍સપોર્ટ,કોટેજ અને રૂરલ ઇન્‍ડસ્‍ટ્રીના સંદીપ કુમારના એ.કે.રાકેશના સ્‍થાને કોટેજ અને રૂરલ ઇન્‍ડસ્‍ટ્રીમાં,વડોદરાના મ્‍યુનિ.કમિશ્નર વિનોદ રાવને (એગ્રીકલ્‍ચલર),ડેવલપમેન્‍ટ કમિશ્નર મનોજ અગ્રવાલને સામાજીક ન્‍યાય, સેટલમેન્‍ટ કમિશ્નર એન.પી.ઠક્કરને ડેવોલોપમેન્‍ટ કમિશ્નર પદે, સામાજીક ન્‍યાયના કમલ દયાનીને ફુડ અને સિવીલ સ્‍પલાયઝ,લોચન શહેરાને (હાઉસીગ અને નિર્મલ ગુજરાત) શ્રીમજી અંજુ શર્માને શૈક્ષણિ વિભાગનો ઓવરઓલ ચાર્જ, મેરીટાઇમ બોર્ડના અજય ભાદુને વડોદરા મ્‍યુનિ. કમિશ્નર, મોહમદ સાહીદને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (ગાંધીનગર) તથા લાબી તાલીમમાંથી પરંત ફર્યા બાદ પોસ્‍ટીંગ વગરના રાજકોટના પૂર્વ મ્‍યુનિ.કમિશ્નર વિજય નહેરાને અમદાવાદના મ્‍યુનિ.કમિશ્નર પદે મુકવામાં આવ્‍યા છે.

(9:47 pm IST)